'રાહુલ બાબાની ત્રણ પેઢી પણ આર્ટિકલ 370 હટાવી નહીં શકે', અમિત શાહના જમ્મુમાં કોંગ્રેસ પર પ્રહાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સીનિયર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉદ્યમપુરમાં એક ચૂંટ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સીનિયર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉદ્યમપુરમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હતું.
અમિત શાહે કહ્યું, "રાહુલ બાબા કહે છે કે અમે 370 પરત લાવીશું. હું આ સ્ટેજ પરથી કહેવા માંગુ છું કે રાહુલ બાબા તમે જ નહીં પણ તમારી ત્રણ પેઢીમાં એટલો દમ નથી કે 370 પરત લઇ આવો."
અમિત શાહે કહ્યું કે મોદીજીની સરકારમાં ના તો પથ્થરમારો થઇ રહ્યો છે અને ના તો આતંકવાદ છે. રાહુલ બાબાએ કહ્યું, અમે સ્ટેટહુડ આપીશું. દેશની સંસદમાં કહ્યું કે ચૂંટણી બાદ અમે જમ્મુ કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો આપીશું. જમ્મુ કાશ્મીરને સ્ટેટહુડ જરૂર મળશે પરંતુ તે નરેન્દ્ર મોદી આપશે. ઉમર અબ્દુલ્લા અને રાહુલ બાબા કહે છે કે અમે કાશ્મીરમાં લોકતંત્ર લાવીશું. 70 વર્ષ સુધી જમ્મુ કાશ્મીરને આ પરિવારોએ વહેંચીને રાખ્યો છે. પહેલા અહીં શું ચૂંટણી યોજાતી હતી? આ કામ અમારા નેતા મોદીજીએ કર્યું છે.
આતંક ફેલાવવાનો જવાબ ફાંસીથી આપવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, મારૂ હેલિકોપ્ટર અહીં ઉતરવાનું હતું પરંતુ ઉતરી ના શક્યું. હુ ઉધમપુર ઉતરીને આવ્યો. મે ડ્રાઇવરને પૂછ્યું કે અહીં સુધી આવવામાં તો 1 કલાક લાગશે પરંતુ ડ્રાઇવરે કહ્યું કે સારા રસ્તાને કારણે 25 મિનિટ લાગશે. આ રસ્તો બનાવવાનું કામ મોદીજીએ કર્યું છે. અમિત શાહે કહ્યું કે અફઝલ ગુરૂને ફાંસી આપવી જોઇતી હતી કે નહીં? જે આતંક ફેલાવશે તેનો જવાબ ફાંસીથી જ આપવામાં આવશે. શિંદે સાહેબે કેટલાક દિવસ પહેલા કહ્યું કે હું મંત્રી હતો ત્યારે લાલ ચોક આવતા ડરતો હતો પણ આજે શિંદે સાહેબ બુલેટ પ્રૂફ ગાડીની પણ જરૂર નથી પડતી, તમે પરિવાર સાથે આવો.
જમ્મુમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવીશું
અમિત શાહે કહ્યું કે ભાજપ સરકારના આવવા પર અમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો વાર્ષિક હપતો 6 હજારથી વધારીને 10 હજાર કરીશું. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે, જમ્મુમાં મેટ્રો આવશે. અમે દર વર્ષે આતંકવાદીઓ તરફથી નષ્ટ કરવામાં આવેલા 100 મંદિરોનો જીણોદ્વાર કરીશું. અમે અગ્નિવીરોને 100 ટકા નોકરી આપીશું.








