Video: ચિલિકા સરોવરમાં પક્ષીઓનું આગમન

સોર્સ: gstv

ઓડિશાના ખોરધા જિલ્લામાં આવેલી ચિલિકા સરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું છે. શિયાળાની ઋતુ દરમિયાન અહીં અંદાજે 80 પ્રજાતિના પ્રવાસી પક્ષીઓ પહોંચ્યા છે. આ પક્ષીઓની સંખ્યા આશરે 80 હજારથી એક લાખ સુધી હોવાનું અનુમાન છે. દર વર્ષે ઠંડીની શરૂઆત સાથે વિવિધ દેશોમાંથી પક્ષીઓ ચિલિકા સરોવર તરફ સ્થળાંતર કરે છે. પક્ષીઓના આગમનથી સરોવરનો કુદરતી નજારો વધુ આકર્ષક બન્યો છે. પ્રવાસી પક્ષીઓના આગમનને પગલે પક્ષીપ્રેમીઓ અને પર્યટકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત