Video: શિયાળામાં ડલ સરોવરમાં શિકારાની સવારીનો આનંદ

શિયાળાની ઠંડીમાં જમ્મુ-કાશ્મીર હંમેશા પ્રવાસીઓની પ્રથમ પસંદ રહ્યુ છે. શ્રીનગર સ્થિત પ્રખ્યાત ડલ લેક પર તાપમાનમાં ઘટાડો થતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અહીં પ્રવાસીઓ શિકારા રાઈડનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. અહીં કડકડતી ઠંડી અને આહ્લાદક વાતાવરણ વચ્ચે પ્રવાસીઓનો ઉત્સાહ જોવાલાયક છે. સવારના સમયે અને તેમાં પણ સૂર્યોદય સમયે સરોવરના શાંત પાણીમાં શિકારાની સવારીનો આનંદ જ કંઈક અનેરો છે.. પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય અને ઠંડા પવનોનો આનંદ માણી રહ્યા છે. ઠંડી વધતા શ્રીનગરમાં પ્રવાસન પ્રવૃત્તિઓ ધમધમી ઉઠી છે અને મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. ડલ લેકનું આ મનોહર દ્રશ્ય કેમેરામાં કેદ કરવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે. કાશ્મીરની આ સુંદર સફર દરેક પ્રવાસી માટે એક યાદગાર અનુભવ બની રહી છે. પ્રવાસીઓનું માનવુ છે કે ઠંડા વાતાવરણની આ મજા માણવા માટે આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ હોઈ શકે નહીં.







