મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'માહિતી આપો અને 20 લાખનું ઈનામ લો', સેનાએ પૂંછ હુમલામાં સામેલ આતંકીઓના સ્કેચ જારી કર્યા 

ભારતીય વાયુસેનાના કાફલા પર જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં સામેલ બે આતંકવ

'માહિતી આપો અને 20 લાખનું ઈનામ લો', સેનાએ પૂંછ હુમલામાં સામેલ આતંકીઓના સ્કેચ જારી કર્યા 

ભારતીય વાયુસેનાના કાફલા પર જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં સામેલ બે આતંકવાદીઓ પર રૂપિયા 20 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે બંને પાકિસ્તાની આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોની ટીમ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવી રહી છે.

જણાવી દઈએ કે, શનિવારે (4 મે) સાંજે પૂંછ જિલ્લાના શાહસિતાર પાસે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન વિકી પહાડે સારવાર દરમિયાન શહીદ થયો હતો અને સેનાના અન્ય ચાર જવાન ઘાયલ થયા હતા.

આતંકવાદીઓની શોધ ચાલુ

એક અહેવાલ મુજબ આતંકવાદી હુમલા બાદ સશસ્ત્ર દળોના જવાનો શાહસિતાર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેઓએ આતંકવાદીઓને શોધવા માટે સશસ્ત્ર બુલેટપ્રૂફ વાહનો અને ડોગ સ્ક્વોડ તૈનાત કરી છે. આ પહેલા રવિવારે અનેક વરિષ્ઠ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

આ સમાચાર શેર કરો