મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી-NCRમાં AQI 'જોખમી સ્તરે', GRAP-1 હેઠળ કામગીરી કરવા લેવાયા અનેક મોટા નિર્ણય

દિલ્હી-NCRમાં 'જોખમી સ્તરે' વાયુ પ્રદૂષણ પહોંચતા આજે શુક્રવારે (16 મે, 2025) ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)-1 લાગ

દિલ્હી-NCRમાં AQI 'જોખમી સ્તરે', GRAP-1 હેઠળ કામગીરી કરવા લેવાયા અનેક મોટા નિર્ણય

દિલ્હી-NCRમાં 'જોખમી સ્તરે' વાયુ પ્રદૂષણ પહોંચતા આજે શુક્રવારે (16 મે, 2025) ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)-1 લાગુ કરવામાં આવ્યું છે. GRAPના માધ્યમથી પ્રદૂષણને દૂર કરવા માટે સમગ્ર દિલ્હી-NCRમાં ઠોસ પગલા ભરવામાં આવ્યા છે. કમિશન ઓફ એર ક્વોલિટી ઇન્ડેક્સ મેનેજમેન્ટ (CAQM) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં GRAP-1 દિલ્હી અને NCRના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવ્યું છે. જેમાં નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદનો સમાવેશ થાય છે.

GRAP એટલે શું?

ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) એ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે તૈયાર કરાયેલો ખ્યાલ છે. જેને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 2017માં સૂચિત કરવામાં આવ્યું હતું. GRAPને હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સ્તરના આધારે ચાર તબક્કામાં લાગુ કરવામાં આવે છે.

સ્ટેજ 1 (ખરાબ): AQI 201-201

સ્ટેજ 2 (ખૂબ જ ખરાબ): AQI 301-400

સ્ટેજ 3 (ગંભીર): AQI 401-450

સ્ટેજ 4 (ગંભીર+): 450 થી વધુ AQI

GRAP-1 હેઠળ આ કામગીરી કરાશે

  • રસ્તાઓ પર નિયમિત મિકેનિકલ સફાઈ અને પાણીનો છંટકાવ.
  • બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણ પગલાં.
  • કચરાનું યોગ્ય સંચાલન અને ખુલ્લામાં કચરો બાળવા પર પ્રતિબંધ.
  • પ્રદૂષણ ફેલાવતા વાહનોનું કડક ચેકિંગ.
  • ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો.
  • ઉદ્યોગો, પાવર પ્લાન્ટ અને ઈંટના ભઠ્ઠામાં ઉત્સર્જન નિયંત્રણ.
  • રેસ્ટોરન્ટમાં કોલસો અથવા લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ.
  • ડિઝલ જનરેટરના ઉપયોગ પર મર્યાદિત પ્રતિબંધો (ફક્ત કટોકટીના ઉપયોગની મંજૂરી).
  • નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરવા અને ધૂળ ઉત્પન્ન કરતી પ્રવૃત્તિઓ ટાળવા વિનંતી કરવામાં આવે છે.

છેલ્લા ચાર દિવસમાં AQIનું સ્તર

13 મે, 2025: સરેરાશ AQI 140

14 મે, 2025: સરેરાશ AQI 155

15 મે, 2025: સરેરાશ AQI 194

16 મે, 2025: સરેરાશ AQI 257

GRAP-1 છેલ્લે ઑક્ટોબર 2024માં લાગુ કરવામાં આવ્યું હતું, જ્યારે AQI 224 નોંધાયું હતું. ફેબ્રુઆરી 2025માં GRAP-3 રદ કરવામાં આવ્યું હતું, અને GRAP-1 અને GRAP-2 હેઠળના પગલાં શરૂ રાખવામાં આવ્યા હતા. જોકે, મે મહિનામાં ગરમી અને ધૂળના કારણે પ્રદૂષણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. પરિપત્ર માટે અહીં ક્લિક કરો.

આ સમાચાર શેર કરો