Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : An iron structure broke in Karur

VIDEO: કરુરમાં લોખંડનું માળખું તૂટ્યું

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુના કરુરમાં એક મોટી દૂર્ઘટના સામે આવી છે, જ્યાં એક કાર્યક્રમની તૈયારીઓ દરમિયાન સ્ટેજ પર લગાવવામાં આવેલું લોખંડનું મોટું ટ્રસ અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનાને પગલે ત્યાં હાજર મજૂરો અને આયોજકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સામે આવેલા દ્રશ્યોમાં લોખંડના ભારે લોડને કારણે આખું માળખું એકાએક નીચે પડતું જોઈ શકાય છે. સદનસીબે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ આ અકસ્માત સર્જાયો હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ આ અકસ્માતમાં કેટલાક કામદારોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રે ઘટનાસ્થળે પહોંચીને આ ખામીયુક્ત બાંધકામ અને સુરક્ષામાં બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે.

App Store