180 મુસાફરોનો માંડ બચ્યો જીવ, રનવે પર ટેકઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું વિમાન ટ્રેકટર સાથે અથડાયું
એર ઈન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના પૂણ

એર ઈન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના પૂણે એરપોર્ટ પર બની હતી. વિમાનમાં લગભગ 180 મુસાફરો સવાર હતા જેમના જીવ બચી જતાં એરપોર્ટના અધિકારીઓ, પાઈલટ તથા ક્રૂ મેમ્બર્સે રાહતના શ્વાસ લીધા હતા.
વિમાનને નુકસાન થયું
માહિતી અનુસાર મુસાફરો, પાઈલટ અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે પરંતુ વિમાનને નુકસાન થયું છે. એરપોર્ટના અધિકારીએ કહ્યું કે એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ કરતાં જ રન-વે પર ટગ ટ્રેક્ટર સાથે અથડાઈ ગયું હતું. આ ટક્કર સાથે જ જોરદાર ઝટકો લાગ્યો હતો જેનાથી હડકંપ મચી ગયો. ટ્રેનના આગળના ભાગ અને લેન્ડિંગ ગિયરવાળા ટાયરને નુકસાન થયાની માહિતી છે.




