મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કેન્દ્રીય ગૃહમંત્રીએ આપ્યા આ સંકેત 

ભારતમાં ટૂંક સમયમાં વસતી ગણતરી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મંગળ

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કેન્દ્રીય ગૃહમંત્રીએ આપ્યા આ સંકેત 

ભારતમાં ટૂંક સમયમાં  વસતી ગણતરી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મંગળવારે આ બાબતના સંકેત આપ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બાબતમાં ક્યારથી તેની શરૂઆત થશે તેની તારીખને લઈને સ્પષ્ટ કંઈ કહ્યું નથી. જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે પણ ચર્ચા કરી હતી. હાલમાં એવા સમાચાર આવી રહ્યા છે કે દેશમાં વસતી ગણતરીની તૈયારીઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે દેશમાં 2011 પછી વસ્તી ગણતરી થઈ નથી.

જાતિ આધારિત વસતી ગણતરી અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે જ્યારે પણ અમે વસ્તી ગણતરીની જાહેરાત કરીશું ત્યારે તમામ માહિતી સાર્વજનિક કરી દેવામાં આવશે. અગાઉ વર્ષ 2021માં કોરોના મહામારીને પગલે વસતી ગણતરી થઈ શકી નહોતી. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે રવિવારે કહ્યું હતું કે વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તે બાબતે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. એક ટોચના સરકારી અધિકારીએ આ બાબતે કહ્યું હતું કે, 'જાતિ આધારિત વસતી ગણતરી હાથ ધરવાનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે અને આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.' ખાસ વાત એ છે કે ગયા વર્ષે લાગુ કરાયેલો મહિલા ક્વોટા પણ વસ્તી ગણતરી સાથે જોડાયેલો છે.

રાજકીય પક્ષો વસતી ગણતરીમાં જાતિ આધારિત ગણતરી કરાવવાની જોરદાર માંગ કરી રહ્યા છે. નવા આંકડા ન હોવાને કારણે સરકારી એજન્સીઓ હજુ પણ 2011ની વસતી ગણતરીના આંકડાના આધારે નીતિઓ ઘડી રહી છે. અને તેના આધારે સબસિડીની ફાળવણી કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે સરકાર સમગ્ર વસ્તી ગણતરી અને NPR પ્રક્રિયા પર રૂ. 12,000 કરોડથી વધુ ખર્ચ કરે તેવી શક્યતા છે. આ પહેલી ડિજિટલ વસ્તી ગણતરી હશે, જેના થકી લોકોને જાતે પોતાની ગણતરી કરવાની તક મળશે. આ માટે, સેન્સસ ઓથોરિટીએ સ્વ-ગણતરી પોર્ટલ તૈયાર કર્યું છે, જે હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. સ્વ-ગણતરી દરમિયાન આધાર અથવા મોબાઈલ નંબર ફરજિયાત જનરેટ કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો