મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં મહાયુતિના પરિણામો બાદ અમિત શાહ થયા સક્રિય, શિંદે-પવાર સાથે કરી વાત

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોના વલણમાં મહાયુતિ સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે હવે અમિત શાહ સક્ર

મહારાષ્ટ્રમાં મહાયુતિના પરિણામો બાદ અમિત શાહ થયા સક્રિય, શિંદે-પવાર સાથે કરી વાત

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોના વલણમાં મહાયુતિ સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે હવે અમિત શાહ સક્રિય થઈ ગયા છે. તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર વાતચીત કરી હતી. આ સિવાય દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે પણ ફોન ઉપર વાતચીત કરી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મહાયુતિને વલણમાં મળેલી સફળતા જોતાં પરિણામોનું ચિત્ર એક તરફી જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મહાયુતિની લીડ પરંતુ શીંદે-પવારની ચિંતા વધી, કપાઈ શકે છે પદ!

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના વલણમાં ભાજપે પોતાના દમ પર 126 સીટો પર લીડ મેળવી છે. તે એકલા 145 બેઠકોના જાદુઈ આંકડાથી માત્ર 20 બેઠકો દૂર છે. જ્યારે સહયોગી એકનાથ શિંદેની શિવસેના 55 બેઠકો પર જીતતી હોય તેમ લાગે છે, જ્યારે અજિત પવારની પાર્ટી NCP 38 પર આગળ છે. આ પરિણામોએ ભાજપ નેતૃત્વને ઉત્સાહિત કરી દીધું છે અને રાજ્યમાં ત્રણ વર્ષમાં નવી સરકારનો શપથ સમારોહ યોજાઈ શકે છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે સોમવારે એટલે કે 25 નવેમ્બરે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. આ પછી 26મીએ જ શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ સીટો પર ભાજપે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા.
 
https://twitter.com/Dev_Fadnavis/status/1860218713653547227

રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે? જ્યારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ અંગેનો નિર્ણય સાથે બેસીને લેવામાં આવશે. તેમણે કહ્યું કે મહાયુતિ સાથે મળીને આનો નિર્ણય કરશે. એકનાથ શિંદેએ પણ આ અંગે ખુલ્લેઆમ જવાબ આપ્યો નથી, પરંતુ તેમની પાર્ટીએ ચોક્કસપણે દાવો કર્યો છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. એવામાં શિવસેનાએ ફરીથી શિંદેને જ CM બનાવવાની માંગ કરી છે. શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેએ માંગ કરી છે, કે 'હું શિવસેના કાર્યકર્તા છું અને હું ઈચ્છું છું કે શિંદે જ ફરી રાજ્યની સત્તા સંભાળે.' 

શિંદે મુખ્યમંત્રી પદનો ચહેરો માનવામાં આવે છે

જણાવી દઈએ કે શિવસેના નેતા શિંદેએ પણ પત્રકારોને જણાવ્યું કે, જે પાર્ટીના વધુ ધારાસભ્યો હશે તેનો મુખ્યમંત્રી બનશે. મહારાષ્ટ્રમાં શિવસેના નેતા શિંદે મુખ્યમંત્રી પદનો ચહેરો માનવામાં આવે છે પરંતુ ભાજપ પોતાના મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે. ભાજપના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ફડણવીસનું નામ મોખરે છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપ જો પોતાની પાસે મુખ્યમંત્રી પદ રાખવા માંગશે તો શિંદેને ડે. સીએમ પદ મળી શકે છે.  

ધારાસભ્ય દળના સભ્યો નેતા નક્કી કરશે

આજે પરિણામો સ્પષ્ટ થયા બાદ આવતી કાલે જ ચૂંટાયેલા નેતાઓની મીટિંગમાં સીએમનો ચહેરો કોણ હશે તે નક્કી કરી રાજ્યપાલને નવી સરકાર રચવા આવેદન અપાશે. જો સીએમ પદની ખુરશી માટે મહાયુતિમાં ખેંચાતાણ સર્જાણી તો ધારાસભ્ય દળના નેતા નક્કી નહીં થઈ શકે. જો આવું થયું તો હાલની સરકારનો કાર્યકાળ પૂરો થતો હોઈ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ  શાસન પણ લાગુ પડી શકે છે. 

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મહાયુતિ ગઠબંધનમાં સૌથી વધુ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ભાજપે 148 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે શિવસેના (શિંદે જૂથ) 83 બેઠકો ઉપર અને NCP (અજિત પવાર) 52 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. 

આ સમાચાર શેર કરો