મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંધ્યા થિયેટર નાસભાગ મામલોઃ અલ્લુ અર્જુનના જામીન યથાવત રખાયા, આ તારીખે આગામી સુનાવણી

Allu Arjun Stampede Case: નામપલ્લી કોર્ટમાં સંધ્યા થિયેટર નાસભાગ કેસની સુનાવણ

સંધ્યા થિયેટર નાસભાગ મામલોઃ અલ્લુ અર્જુનના જામીન યથાવત રખાયા, આ તારીખે આગામી સુનાવણી

Allu Arjun Stampede Case: નામપલ્લી કોર્ટમાં સંધ્યા થિયેટર નાસભાગ કેસની સુનાવણીમાં અભિનેતા અલ્લુ અર્જુન વર્ચ્યુઅલી હાજર થયો હતો. જ્યાં તેના વચગાળાના જામીનને યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. 

તેમજ રિમાન્ડ પર આગામી સુનાવણી હવે 10 જાન્યુઆરીના રોજ યોજાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં અલ્લુ અર્જુન કોર્ટમાં વર્ચ્યુઅલ મોડમાં હાજર રહ્યો હતો. પોલીસે 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી.

4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં પુષ્પા 2: ધ રૂલના પ્રીમિયર શો દરમિયાન અલ્લુ અર્જુનને જોવા ઉમટી પડેલી ભીડમાં નાસભાગ થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય એક સગીર આઈસીયુમાં દાખલ કરાયો હતો.

આ પણ વાંચોઃ મનમોહનસિંહે પાકિસ્તાન પર હુમલો કરવા બનાવી લીધું હતું મન, પૂર્વ બ્રિટિશ PMએ કહી મોટી વાત

નામપલ્લી કોર્ટે અભિનેતાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અભિનેતાના વકીલોએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવતાં વચગાળાના જામીન મંજૂર થયા હતા. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની મુદ્દત 27 ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી.

પોલીસે 24 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની પુછપરછ માટે અટકાયત કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી પોલીસે તૈયાર કરેલા 10 મિનિટના વીડિયોના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરી હતી.

આ સમાચાર શેર કરો