મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી 2024:  અલ્લુ અર્જુન, જૂનિયર NTR સહિતના સેલિબ્રિટીએ આપ્યો મત

લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 10 રાજ્યની 96 બેઠક પર મતદાન ચાલુ છે. ચોથા તબક્કા

લોકસભા ચૂંટણી 2024:  અલ્લુ અર્જુન, જૂનિયર NTR સહિતના સેલિબ્રિટીએ આપ્યો મત

લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 10 રાજ્યની 96 બેઠક પર મતદાન ચાલુ છે. ચોથા તબક્કાના મતદાનમાં હૈદરાબાદમાં અલ્લુ અર્જુન, જૂનિયર એનટીઆર સહિતના સેલિબ્રિટી પણ મત આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સેલિબ્રિટી સામાન્ય લોકોની જેમ જ લાઇનમાં ઉભા રહ્યાં હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અલ્લુ અર્જુને પોતાનો મત આપ્યો હતો.

અલ્લુ અર્જુને આપ્યો મત

અભિનેતા અલ્લુ અર્જુન મત આપવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુને કહ્યું, "કૃપયા પોતાનો મત આપો.આ આપણા બધા માટે જવાબદારીનો દિવસ છે. મને ખબર છે કે આ કઠિન છે પરંતુ આવો થોડો પ્રયાસ કરીએ. આ અમારા ભવિષ્ય માટે સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ છે."

જૂનિયર NTRએ પણ લાઇનમાં ઉભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

જૂનિયર NTR પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન જૂનિયર એનટીઆરે મતદાનની અપીલ કરતા કહ્યું કે,  દરેક વ્યક્તિએ તેમના મતના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી પણ પોતાના પરિવાર સાથે મતદાન આપવા માટે પહોંચ્યા હતા.

પવન કલ્યાણ પણ પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા.

ડિરેક્ટર એસએસ રાજામૌલી પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો