VIDEO: 'સપાને મત આપ્યો ગયો ભાજપને', યુપીના લખીમપુર ખીરીમાં EVMમાં ગડબડનો લાગ્યો આરોપ
લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશની 13 લોકસભા બેઠક પર પણ મતદાન યોજ

લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશની 13 લોકસભા બેઠક પર પણ મતદાન યોજાઇ રહ્યું છે. લખીમપુર ખીરીમાં આ વચ્ચે EVMમાં ગડબડનો આરોપ લાગ્યો છે. એક બુથ પર સમાજવાદી પાર્ટીને મત આપવા છતા મત ભાજપને ગયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
EVMમાં ગડબડનો આરોપ
યુપીની લખીમપુર ખીરી બેઠક પરથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની ચૂંટણી લડી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રીના પુત્ર આશીષ મિશ્રા પર આંદોલન કરી રહેલા ખેડૂતો પર વાહન ચઢાવીને મારવાનો આરોપ છે. અજય મિશ્રા ટેની પણ વિવાદમાં રહ્યાં છે. આ વચ્ચે ગોલા ગોકર્ણનાથની ગાંધી વિદ્યાલયમા પીઠાસીન અધિકારી ખુલ્લેઆમ ગડબડ કરી રહ્યાં હોવાનો આરોપ લાગ્યો છે. મતદારો સાઇકલના નિશાન પર બટન દબાવે છે તો મત કમળ (ભાજપ)ને મળતો હોવાનો આરોપ લાગ્યો છે. જોકે, GSTV આવા આરોપોની પૃષ્ટી કરતું નથી. લોકોએ કેમેરા સામે આવીને આવા આરોપ લગાવ્યા છે જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
યુપી કોંગ્રેસ અને કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ પણ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા છે.
યુપી કોંગ્રેસે આ ઘટનાને લઇને સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યુ- નિષ્પક્ષ ચૂંટણી પંચ જોઇ રહ્યું છે ને? લખીમપુર ખીરી લોકસભા બેઠકના ગોલા ગોકર્ણનાથમાં સાઇકલના નિશાન પર બટન દબાવવા પર કમળના નિશાનનું પ્રતીક નીકળી રહ્યું છે. પીઠાસીન અધિકારી મુસ્લિમ મતદારોને મત નાખવા દેતા નથી. છેલ્લા ત્રણ તબક્કા બાદ ચોથા તબક્કામાં પણ હાર દેખાતા મોદી એન્ડ કંપની હવે ખુલ્લેઆમ ગડબડ પર ઉતરી આવી છે. ચૂંટણી પંચ જરા થોડી પણ શરમ હોય તો પીઠાસીન અધિકારીને સસ્પેન્ડ કરો.








