અજિત પવાર ભાજપથી નારાજ! 24 કલાકથી સંપર્ક વિહોણા; દિલ્હી દરબારમાં પહોંચી વાત
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ભાજપથી નારાજ છે. છેલ્લા 24 કલાકથી અજિત પવારનો સંપર્ક થઇ શક્યો નથી. મહારાષ્ટ્રમાં દેવેન્

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ભાજપથી નારાજ છે. છેલ્લા 24 કલાકથી અજિત પવારનો સંપર્ક થઇ શક્યો નથી. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી પદના શપથ બાદ અજિત પવાર નારાજ હોય તેમ લાગી રહ્યું છે. અજિત પવાર (NCP) જૂથના 11 ધારાસભ્યોને ફડણવીસ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે, અજિત પવારની નારાજગીને કારણે મહારાષ્ટ્રમાં હજુ સુધી મંત્રીઓના ખાતાની ફાળવણી પણ થઇ શકી નથી. મહારાષ્ટ્રમાં 39 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા.
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ બાદ ભાજપ, શિવસેના અને NCP ત્રણેય પાર્ટીમાં નારાજગી જોવા મળી રહી છે. મહાગઠબંધને પોતાની પ્રથમ કેબિનેટ વિસ્તારમાં ઝટકો આપવાની રણનીતિ અપનાવી છે. NCPના છગન ભૂજબલ નારાજ છે. હવે ચર્ચા શરૂ થઇ છે કે NCPના અધ્યક્ષ અજિત પવાર પણ નારાજ છે. છેલ્લા 24 કલાકથી અજિત પવારનો કોઇ સંપર્ક થઇ શક્યો નથી. સોમવારે સત્રના પ્રથમ દિવસે પણ અજિત પવાર સદનમાં હાજર નહતા.
અજિત પવાર નારાજ?
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામના 13 દિવસ બાદ સરકારની રચના થઇ હતી. ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. હવે અજિત પવાર શિયાળુ સત્રમાં નોટ રિચેબલ જોવા મળ્યા છે માટે ચર્ચા થઇ રહી છે કે શું અજિત પવાર નારાજ છે?
આ પણ વાંચો: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની નાગપુરમાં મુલાકાત, જાણો શું છે કારણ
વિધાનમંડળ સત્ર છોડીને દિલ્હીમાં અજિત દાદા?
મહારાષ્ટ્રમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે પરંતુ અજિત પવારની ગેરહાજરી જોવા મળી રહી છે. સૂત્રો અનુસાર નાયબ મુખ્યમંત્રી અજિત પવારે દિલ્હીમાં ભાજપ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી છે. ચર્ચા છે કે મહાગઠબંધનમાં હિસાબ-કિતાબના મુદ્દા પર અજિત પવાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને નજરઅંદાજ કરીને દિલ્હી પહોંચી ગયા છે. ગત સરકાર દરમિયાન NCP સાથે અજિત પવારના વિભાગોને લઇને ટકરાવ જોવા મળી રહ્યો છે. અજિત પવાર નાણા, મહિલા અને બાલ વિકાસ ખાતા પરત મેળવવા માટે દિલ્હી પહોંચ્યા હતા. જોકે, રાજ્ય મંત્રી મંડળનો વિસ્તાર થઇ ગયો છે પરંતુ હજુ સુધી ખાતાની ફાળવણી કરવામાં આવી નથી.








