મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અજીત ડોભાલનો કાર્યકાળ વધારવામાં આવ્યો, સતત ત્રીજી વખત મોદી સરકારમાં NSA તરીકે યથાવત રહેશે

એક બાજુ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે. બીજી બાજુ અજીત ડોભાલને ફરી એકવાર એક

અજીત ડોભાલનો કાર્યકાળ વધારવામાં આવ્યો, સતત ત્રીજી વખત મોદી સરકારમાં NSA તરીકે યથાવત રહેશે

એક બાજુ  નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે. બીજી બાજુ અજીત ડોભાલને ફરી એકવાર એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પરિણામે અજીત ડોભાલ હવે મોદી સરકાર 3માં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની રહેશે. ઉલ્લેખનીય છે કે, 2014માં અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરાયા હતા.

ડોભાલ આગામી 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદ પર રહેશે  

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ફરીથી નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્રાને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિએ આ બંને પદો પર સેવાના વિસ્તરણને મંજૂરી આપી છે. હવે અજીત ડોભાલ આગામી 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદ પર રહેશે. 

તેમને કેબિનેટ રેન્કના અધિકારીનો દરજ્જો મળ્યો છે, જે પહેલા જેવો જ રહેશે. નવી સરકારની રચના બાદ અજીત ડોભાલ પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમના પ્રથમ અસાઇનમેન્ટ પર ઇટાલી જઇ રહ્યા છે. અહીં તેઓ G-7 સમિટમાં ભાગ લેશે.

કોણ છે અજીત ડોભાલ?

પાકિસ્તાનમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાં પર એર સ્ટ્રાઈક અજીત ડોભાલની દેખરેખ હેઠળ જ થઈ હતી. તેઓએ પોતે જ આ અંગે વડાપ્રધાન મોદીને જાણકારી આપી હતી. તેમજ પાકિસ્તાન વિરૂદ્ધ થયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ પણ ભારે ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ ડોભાલની ભૂમિકા મહત્ત્વની હતી. 

આ સમાચાર શેર કરો