એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, તિરુવનંતપુરમ એરપોર્ટ પર પ્લેનનું સુરક્ષિત ઉતરાણ
બોમ્બની ધમકી બાદ, મુંબઈથી તિરુવનંતપુરમ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને આઈસોલ

બોમ્બની ધમકી બાદ, મુંબઈથી તિરુવનંતપુરમ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને આઈસોલેશન વેમાં લઈ જવામાં આવી હતી અને તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાનમાં બોમ્બ હોવાની ધમકી સવારે 7.30 વાગ્યે આપવામાં આવી હતી. છ મિનિટ બાદ સમગ્ર એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું અને તેને આઈસોલેશન વેમાં લઈ જવામાં આવ્યું. આ પછી, તમામ મુસાફરોને બહાર કાઢીને વિમાનની તપાસ કરવામાં આવી હતી, જેમાં કંઈ મળ્યું ન હતું. આ દરમિયાન કોઈને ઈજા કે કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. એરપોર્ટ પર તમામ સેવાઓ પહેલાની જેમ જ રાબેતા મુજબ ચાલી રહી છે.
એરપોર્ટ મેનેજમેન્ટનું માનવું છે કે આ એક હોક્સ કોલ છે, પરંતુ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. એરક્રાફ્ટને આઇસોલેશન વેમાં લઈ જવામાં આવ્યું હતું અને સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. પ્લેન તિરુવનંતપુરમ એરપોર્ટની નજીક પહોંચ્યું ત્યારે પાયલટે બોમ્બની ધમકી વિશે જાણ કરી. વિમાનમાં 135 મુસાફરો સવાર હતા. ધમકી કોણે અને કેવી રીતે આપી તે અંગે હજુ સુધી માહિતી મળી નથી.




