એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં હાઈડ્રોલિક ફેલની ફરિયાદ, ઈમરજન્સી લેન્ડિંગની તૈયારી
સૂત્રોએ જણાવ્યું કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટે ઇમરજન્સી લેન્ડિંગની તૈય

સૂત્રોએ જણાવ્યું કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટે ઇમરજન્સી લેન્ડિંગની તૈયારી કરી લીધી છે અને એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટમાં હાઈડ્રોલિક ફેલની ફરિયાદ બાદ એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
શારજાહ જતી ફ્લાઇટ AXB 613 એ તિરુચિરાપલ્લીથી ટેકઓફ કર્યા પછી તરત જ હાઇડ્રોલિક ફેલની ફરિયાદ કરી હતી. વિમાનમાં 144 મુસાફરો સવાર છે.
એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટ AXB613 140 મુસાફરો સાથે ત્રિચીથી શારજાહ જઈ રહી હતી. એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ પ્લેનની હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. આ પછી પાયલોટે ઈમરજન્સી જાહેર કરી અને એરપોર્ટ મેનેજમેન્ટને જાણ કરી.
એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું કે પ્લેનને લેન્ડિંગમાં સમસ્યા આવી રહી હતી. ઈંધણ ઘટાડવા માટે વિમાનને હવામાં ઉડાવવામાં આવી રહ્યું છે. વિમાન એરપોર્ટ નજીક ચક્કર લગાવી રહ્યું છે. ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે.






