Video: નાગપુરમાં એર ફેસ્ટ 2026

સોર્સ: gstv

મહારાષ્ટ્રના નાગપુરમાં એર ફેસ્ટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આકાશમાં વિવિધ હવાઈ કરતબ અને પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાના જવાનો દ્વારા શિસ્તબદ્ધ લશ્કરી કવાયતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેરા જમ્પર્સે પણ આકાશમાંથી છલાંગ લગાવી પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આકાશમાં વિમાનોની ગતિવિધિઓ અને જવાનોના પ્રદર્શનને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એર ફેસ્ટ 2026માં હવાઈ પ્રદર્શન અને સૈન્ય કૌશલ્યનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત