મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમદાવાદ-જોધપુર વંદે ભારત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, પાટા પર રાખેલા સિમેન્ટના બ્લૉક સાથે ટકરાઇ ટ્રેન

રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને પલટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. રાજસ્થાનના પાલીમાં અમદાવાદ-જોધપ

અમદાવાદ-જોધપુર વંદે ભારત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, પાટા પર રાખેલા સિમેન્ટના બ્લૉક સાથે ટકરાઇ ટ્રેન

રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને પલટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. રાજસ્થાનના પાલીમાં અમદાવાદ-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સિમેન્ટ બ્લોક સાથે ટકરાતા આ સવાલ ઉભા થયા છે. પોલીસ તપાસ કરી રહી છે કે સિમેન્ટ સ્લેબ કોને અને કેમ ટ્રેક પર મુક્યા હતા. જોકે, કોઇ દૂર્ઘટના સર્જાઇ નહતી. બીજા દિવસે પણ તે જગ્યાએ જ ટ્રેક પર સિમેન્ટના બ્લોક જોવા મળ્યા હતા.

નોર્થ વેસ્ટ રેલ્વેના સીપીઆરઓ શશિ કિરણે જણાવ્યું કે એન્જિનમાં આગળ લાગેલા ઢોર ગાર્ડ સિમેન્ટ બ્લોક સાથે ટકરાયું હતું. ટ્રેનને થોડી વાર માટે રોકવી પડી હતી. ASI શ્યામ સિંહે કહ્યું, 'ઘટના શુક્રવાર રાત્રે જવાઇ અને બિરોલિયા વચ્ચે બની હતી. જોકે, સુમેરપુર પોલીસ સ્ટેશનના દાયરામાં તે આવે છે. અજાણ્યા લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.'

પોલીસ અધિકારીએ કહ્યું કે સિમેન્ટ બ્લોકને ટ્રેક પર રાખવામાં આવ્યા હતા જેનો ઉપયોગ ફૂટપાથ બનાવવા માટે થાય છે અને તેનો આકાર પણ મોટો હતો. ટક્કર બાદ ટ્રેનના આગળના ભાગમાં એક મોટુ નિશાન જોવા મળ્યું હતું. આ સિમેન્ટ બ્લોકનું વજન 5 કિલો જેટલું હતું.

એક રિપોર્ટ અનુસાર 24 ઓગસ્ટે પણ તે જગ્યાએ સિમેન્ટના બે મોટા બ્લોર રાખવામાં આવ્યા હતા. જોકે, બીજા દિવસે સાંજે ટ્રેન આવ્યા પહેલા જ સિમેન્ટ બ્લોક જોવા મળતા તેને પાટા પરથી હટાવવામાં આવ્યા હતા. સતત બે દિવસ સુધી આ રીતે પાટા પર સિમેન્ટ બ્લોક મળતા અધિકારીઓએ તપાસ હાથ ધરી છે અને ટ્રેક પર નજર રાખવાનું શરૂ કર્યું છે.

તાજેતરના દિવસોમાં કેટલીક રેલ દૂર્ઘટના બની છે. કેટલીક દૂર્ઘટનામાં ષડયંત્રની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. કેટલીક વખત કેટલાક અસામાજિક તત્વો દ્વારા પણ પાટા પર પથ્થર, સિક્કા વગેરે મુકવામાં આવે છે. જોકે, આવું કરવું ખતરનાક સાબિત થઇ શકે છે.

આ સમાચાર શેર કરો