મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશમાં નાના માણસ અને અદાણી માટે કાયદા અલગ, કરોડોની લાંચના આરોપમાં અમેરિકાની કાર્યવાહી, ભારત સરકાર મૌન!

adani bribery allegations US in action, Indian government silence | adani bribery allegations : દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ પર અમેર

દેશમાં નાના માણસ અને અદાણી માટે કાયદા અલગ, કરોડોની લાંચના આરોપમાં અમેરિકાની કાર્યવાહી, ભારત સરકાર મૌન!

adani bribery allegations : દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ પર અમેરિકામાં લાંચ દેવાના આરોપો લાગ્યા છે. અમેરિકી અધિકારીએ આરોપ લગાવ્યા છે કે અદાણી ગ્રુપ અને અન્ય 7 કંપનીઓએ અમેરિકી અધિકારીઓને 265 મિલિયન ડોલર એટલે કે 2236 કરોડ રૂપિયાની લાંચ આપી છે. લાંચ આપવાના આરોપના કેસમાં અમેરિકી સરકારે અદાણી ગ્રુપ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને કેસ દાખલ કર્યો છે. 

ભારત સરકારે અદાણી ગ્રુપને છુટ્ટો દૌર આપી દીધો

બીજી બાજુ ભારત સરકાર આ સમગ્ર બાબતે મૌન છે. કરોડોની લાંચના આરોપમાં અમેરિકી સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી પણ ભારત સરકાર અદાણી ગ્રુપને બચાવી રહી હોય એવી સ્થિતિ ઉભી થઇ છે. ભારત સરકારે અદાણી ગ્રુપને છુટ્ટો દૌર આપી દીધો છે અને હવે તો દેશના નાગરિકોને એવું લાગી રહ્યું છે કે ભારતમાં  સામાન્ય લોકો માટે કાયદાઓ અલગ છે અને  આવા અદાણી જેવા ઉદ્યોગપતિઓ માટે કાયદાઓ અલગ છે. 

દેશના સામાન્ય માણસો અને અદાણી માટે કાયદાઓ અલગ 

સામાન્ય માણસ જો લોન ન ભરે તો જમીન-મકાન જપ્ત કરવામાં આવે છે. દેશમાં અદાણી ગ્રુપની કંપનીઓ કાયદાઓ તોડે છે અને સરકાર કાર્યવાહી કરવાને બદલે સરભરા કરે છે. વિરોધી પક્ષો તો એવા આક્ષેપ કરી રહ્યા છે કે વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણીની ગાઢ મિત્રતાના કારણે અદાણી ગ્રુપ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. 

ગૌતમ અદાણીની જગ્યાએ કોઈ વિરોધ પક્ષનો મોટો નેતા હોય તો? 

વિરોધ પક્ષના નેતાઓ પર લાંચના આરોપો લાગે ત્યારે તેમની પાછળ સરકાર ED, CBI ઈન્ક્મટેક્સ અધિકારીઓને દોડાવે છે અને ગમે તેમ કરીને વિરોધ પક્ષના નેતાઓને જેલમાં નાખી દે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લાંચના આરોપના કેસમાં બંનેને સરકારે જેલમાં નાખી દીધા, પણ અદાણી મામલે કાર્યવાહી કરવામાં સરકારના હાથ ધ્રુજી રહ્યા છે. માત્ર કલ્પના કરો કે ગૌતમ અદાણીની જગ્યાએ કોઈ વિરોધ પક્ષનો મોટો નેતા હોય તો આ NDA સરકાર તેની શું દશા કરે? 

મોદી ગૌતમ અદાણીની ધરપકડના આદેશ આપી શકશે? 

વડાપ્રધાન મોદી દરેક વિદેશ પ્રવાસમાં ગૌતમ અદાણીને પોતાની સાથે લઇ જાય છે અને વિદેશોમાં પણ અદાણી ગ્રુપને પ્રોજેક્ટ્સ અપાવે છે. પણ સૌથી મોટી વાત એ છે કે ગૌતમ અદાણીના ગ્રુપ સામે અમેરિકામાં 2236 કરોડ રૂપિયાની લાંચનો આરોપ છતાં પીએમ મોદી કેમ મૌન છે? વિરોધ પક્ષના નેતાઓ પીએમ મોદી સામે ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે, શું વડાપ્રધાન મોદી ગૌતમ અદાણીની ધરપકડના આદેશ આપી પોતાની પર લાગેલા આરોપોનું ખંડન કરશે? 

આ સમાચાર શેર કરો