Video: સોનાપુરના ઝુબીન ક્ષેત્રમાં અભિનેતા રાજપાલ યાદવની મુલાકાત, દિવંગત ઝુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ

આસામના સોનાપુર ખાતે બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે ઝુબીન ક્ષેત્રની મુલાકાત લઈ દિવંગત કલાકાર ઝુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ આપી હતી. સંગીત અને કલાક્ષેત્રે ઝુબીન ગર્ગના યોગદાનને યાદ કરતાં રાજપાલ યાદવે ભાવુક થઈ તેમને નમન કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ચાહકો અને કલાપ્રેમીઓમાં પણ ભારે લાગણીસભર માહોલ જોવા મળ્યો હતો. કલા જગતની આ પ્રતિભાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા રાજપાલ યાદવની મુલાકાતની તસવીરો અને દ્રશ્યો હાલ ચર્ચામાં છે.
જાહેરાત














