Video: મુંબઈ કોસ્ટલ રોડ પર અકસ્માત

મહારાષ્ટ્રના મુંબઈમાં કોસ્ટલ રોડ પર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એકસાથે આશરે છ કાર વચ્ચે ટક્કર થઈ હતી. એક પછી એક કાર અથડાતાં માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને પગલે કોસ્ટલ રોડ પર વાહનવ્યવહારને અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં જાનહાનિ કે ઈજાગ્રસ્તો અંગેની વિગતો સામે આવવાની બાકી છે.
જાહેરાત







