મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: લખનઉ- આગ્રા એક્સપ્રેસ વે પર બસ- ટેન્કરની ટક્કરમાં 8ના મોત,19થી વધુ ઘાયલ

ઉત્તર પ્રદેશના આગ્રા લખનૌ એક્સપ્રેસ વે ઉપર મોટો અકસ્માત સર્જાયો છે. બસ અને ટેન્કર વચ્ચે

VIDEO: લખનઉ- આગ્રા એક્સપ્રેસ વે પર બસ- ટેન્કરની ટક્કરમાં 8ના મોત,19થી વધુ ઘાયલ

ઉત્તર પ્રદેશના આગ્રા લખનૌ એક્સપ્રેસ વે ઉપર મોટો અકસ્માત સર્જાયો છે. બસ અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 19 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના કન્નૌજ જિલ્લામાં બની હતી. ડબલ ડેકર બસ અને ઓઈલ ટેન્કર વચ્ચે સામસામે અથડામણ થઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટેન્કરમાં તરત જ આગ લાગી ગઈ હતી.

સ્થાનિક પ્રશાસનને ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં વધુ ઝડપના કારણે અકસ્માત થયો હોવાનું બહાર આવ્યું છે.

આ સમાચાર શેર કરો