VIDEO: છત્તીસગઢમાં માલગાડી ઉપર ચડી ગઈ પેસેન્જર ટ્રેન, અકસ્માતમાં 6ના મોત- અનેક ઘાયલ

સોર્સ : google
છત્તીસગઢના બિલાસપુરમાં લાલખાદન નજીક એક મોટો રેલ અકસ્માત થયો છે. બિલાસપુરમાં કોરબા પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતાં આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. રેલવે અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી કરી રહી છે. જોકે, અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી.
હાવડા રૂટ પર દોડતી એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાતા અફરાતફરી મચી ગઈ છે. ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. અકસ્માતને કારણે સમગ્ર રૂટ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. હાલ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે.

