અખિલેશના ધારાસભ્યએ ઓરંગઝેબના વખાણ કરતા વિવાદ, શિંદેએ લગાવ્યો દેશદ્રોહનો આરોપ
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ એક વિવાદિત નિવેદન આપ્યું છે જે બાદ તે મુશ્કેલીમાં ફસાય

મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ એક વિવાદિત નિવેદન આપ્યું છે જે બાદ તે મુશ્કેલીમાં ફસાયા છે. અબુ આઝમીએ ઓરંગઝેબને એક ઉત્તમ પ્રશાસક ગણાવ્યા છે. હવે તેમના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે.
શિંદેએ લગાવ્યો દેશદ્રોહનો આરોપ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ માંગ કરી છે કે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી પર ઓરંગઝેબની પ્રશંસા કરવા માટે દેશદ્રોહનો આરોપ લગાવ્યો છે. એકનાથ શિંદેના નિવેદન બાદ લોકસભા સાંસદ નરેશ મ્હસ્કેની ફરિયાદ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના પ્રયાસના આરોપમાં અબુ આઝમી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
વિધાનસભાની બહાર અબુ આઝમીના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો.
એકનાથ શિંદેએ શું કહ્યું?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અબુ આઝમીના નિવેદન બાદ લોકો ભડકી ગયા હતા, છત્રપતિ સંભાજી મહારાજને 40 દિવસ સુધી બંધક બનાવીને માર્યા હતા, તે એક ઉત્તમ પ્રશાસક કેવી રીતે હોઇ શકે છે? જેને પોતાની માતા અને બહેનોની ઇજ્જત લૂંટી, તે ઓરંગઝેબ અબુ આઝમીને આટલો વ્હાલો કેમ હોઇ શકે. અબુ આઝમી પર દેશદ્રોહનો કેસ નોંધવાની માંગ કરતા શિંદેએ કહ્યું કે સપા ધારાસભ્યએ મહારાષ્ટ્રની જનતાની માફી માંગવી જોઇએ. એકનાથ શિંદે સિવાય શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ અબુ આઝમીના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે.
અબુ આઝમીએ શું કહ્યું હતું?
અબુ આઝમીએ કહ્યું હતું કે, ઓરંગઝેબના શાસનકાળમાં ભારતની સરહદ અફઘાનિસ્તાન અને બર્મા સુધી પહોંચી ગઇ હતી. મુંબઇના માનખુર્દ શિવાદી નગરના ધારાસભ્ય અબુ આઝમીએ દાવો કર્યો, 'આપણી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વિશ્વના GDPના 24 ટકા હતી અને ભારતને (ઓરંગઝેબના સમયે) સોને કી ચીડિયા કહેવામાં આવતું હતું. 'ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઓરંગઝેબે કેટલાક મંદિર બનાવડાવ્યા હતા. હું તેમને ક્રૂર પ્રશાસક નથી માનતો. છત્રપતિ સંભાજી મહારાજ અને ઓરંગઝેબ વચ્ચે જે યુદ્ધ થયું, તે પ્રશાસનિક સત્તાનો સંઘર્ષ હતો ના કે હિન્દૂ-મુસ્લિમનું યુદ્ધ.'
સમાજવાદી પાર્ટીના સાંસદે પણ આપી પ્રતિક્રિયા
અબુ આઝમીના ઓરંગઝેબની પ્રશંસા પર વિવાદ બાદ સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અવધેશ પ્રસાદે કહ્યું કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીને ઇતિહાસની ખબર નથી.








