Maharashtra election Result: 'બિગ બોસ' ફેમ અભિજીત બિચુકલેને માત્ર 94 મત મળ્યા
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની અભૂતપૂર્વ જીત થઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આ ચૂંટણીમાં બિગ ફોસ ફેમ અ

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની અભૂતપૂર્વ જીત થઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આ ચૂંટણીમાં બિગ ફોસ ફેમ અભિજીત બિચુકલેને માત્ર 94 મત મળ્યા છે. અભિજીત બિચુકલેએ બારામતી વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. પરંતુ તેને ગણીને 100 મત પણ મળ્યા નથી.
આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં કરોડો ફોલોઅર્સ, છતાં માત્ર 146 વોટ.., મહારાષ્ટ્રના આ નેતાની થઈ ગજબ બેઇજ્જતી
બારામતી બેઠક પર અજિત પવારનો દબદબો
જ્યારે સામે બારામતી વિધાનસભા બેઠક પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રમુખ અજિત પવારે સતત આઠમી વાર કબ્જો જમાવ્યો છે. અજિત પવારે શરદ જૂથના ઉમેદવાર યુગેન્દ્ર પવારને 1 લાખથી વધુ મતોથી હરાવ્યા છે. અભિજિત બિચુકલેને માત્ર 94 વોટ મળ્યા છે.
લોકસભા ચૂંટણી પણ લડી હતી
2024ની લોકસભા ચૂંટણીમાં સતારાથી અપક્ષ ચૂંટણી લડી હતી પરંતુ મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને માત્ર 1395 વોટ મળ્યા હતા. સતારા બેઠક પરથી ભાજપના ઉદયનરાજે ભોંસલેએ જીત મેળવી હતી.
56 લાખ ફોલોઅર્સ ધરાવનાર એક્ટરને માત્ર 150 મત મળ્યા
નોંધનીય છે કે,56 લાખથી વધુ સોશિયલ મીડિયા ફોલોઅર્સ ધરાવનાર એક્ટર એજાઝ ખાને વર્સોવા બેઠક પરથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેણે નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ મતોની દૃષ્ટિએ તેઓ માંડ માંડ ત્રણ આંકડા સુધી પહોંચી શક્યા છે. જો કે એજાઝને માત્ર 150 મત જ મેળ્યા છે.








