મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Delhi Mayor Election: AAPના ઉમેદવાર મેયરની ચૂંટણી જીત્યા, ભાજપના ઉમેદવારને હરાવ્યા

આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પર ફરી કબજો જમાવ્યો છે. એમસીડીમાં મેયરની ચૂંટણીમાં AAPના ઉમ

Delhi Mayor Election: AAPના ઉમેદવાર મેયરની ચૂંટણી જીત્યા, ભાજપના ઉમેદવારને હરાવ્યા

આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પર ફરી કબજો જમાવ્યો છે. એમસીડીમાં મેયરની ચૂંટણીમાં AAPના ઉમેદવાર મહેશ ખીંચી ચૂંટણી જીતીને મેયર બની ગયા છે. 

AAP પાર્ટીના ઉમેદવારનો માત્ર 3 મતથી વિજય 

દિલ્હી મેયરની ચૂંટણીમાં કુલ 263 વોટ પડ્યા હતા. જેમાં આપના ઉમેદવાર મહેશ કુમારને 133 અને જ્યારે ભાજપના ઉમેદવાર કિશનલાલને 130 મત મળ્યા હતા. આમ AAP પાર્ટીની ઉમેદવારનો માત્ર 3 મતથી વિજય થયો હતો. 

દિલ્હી મેયરની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ 

દિલ્હી મેયરની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું છે. ભાજપ પાસે 120 મત હતા પરંતુ ભાજપના ઉમેદવારને 130 મત મળ્યા છે. એટલે કે બીજેપીને 10 મત વધુ મળ્યા છે. આમ આદમી પાર્ટીના 10 કાઉન્સિલરોએ ભાજપને વોટ આપ્યો છે.

આ સમાચાર શેર કરો