મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી વિધાનસભાની ચૂંટણી AAP એકલા હાથે લડશે, કોંગ્રેસ જોડે કોઈ ગઠબંધન નહીં : ગોપાલ રાય

દિલ્હી : આમ આદમી પાર્ટીના મંત્રી ગોપાલ રાયે કોંગ્રેસ અને આપણા ગઠબંધનને લઈને મોટું ન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી AAP એકલા હાથે લડશે, કોંગ્રેસ જોડે કોઈ ગઠબંધન નહીં : ગોપાલ રાય

દિલ્હી : આમ આદમી પાર્ટીના મંત્રી ગોપાલ રાયે કોંગ્રેસ અને આપણા ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે, ‘દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં AAP એકલા હાથે લડશે. કોંગ્રેસ સાથે આપ ગઠબંધન નહીં કરે.

આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે પુષ્ટિ કરી છે કે તે એકલા વિધાનસભા ચૂંટણી લડશે. દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હતું અને દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોઈ ગઠબંધન કરવામાં આવ્યું નથી.

ગુરુવારે મુખ્યમંત્રી આવાસ પર AAP દિલ્હીના ધારાસભ્યો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો