મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો

જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીએ પુલવામાથી ફયાઝ અહેમદ સોફીને ટિકિટ આપી છે. આ સાથે જ પાર્ટીએ મુદ્દસ્સીર હસનને રાજપોરાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે દેવસરમાંથી શેખ ફિદા હુસૈનને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે.  ડોડાથી મેહરાજ દીન મલિકને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ડોડા પશ્ચિમથી યાસિર શફી મટ્ટોને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બનિહાલથી મુદસ્સીર અઝમત મીરને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાવાની છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે 16 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. અહીં કુલ 90 વિધાનસભા બેઠકો છે. બહુમતીનો આંકડો 46 છે.

આ સમાચાર શેર કરો