VIDEO: ગર્લફ્રેન્ડ સાથે ચાલુ કારમાં યુવક કરી રહ્યો હતો ગંદુ કામ, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કાર્યવાહી
મહારાષ્ટ્રના નાગપુરથી એક શર્મશાર કરતી ઘટના સામે આવી છે. યુવકે કાર ચલાવતી વખતે તેની બાજુ

મહારાષ્ટ્રના નાગપુરથી એક શર્મશાર કરતી ઘટના સામે આવી છે. યુવકે કાર ચલાવતી વખતે તેની બાજુમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. આ યુવકનો વીડિયો શહેરભરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શર્મશાર કરે તેવી ઘટના બાદ યુવક વિરુદ્ધ નાગપુરના સીતાબુલડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. યુવકનું નામ સૂરજ રાજકુમાર સોની છે અને તે વ્યવસાયે સીએ છે. આ ઘટના 15 જુલાઈની હોવાનું કહેવાય છે.
સૂરજ સોની કાર ચલાવી રહ્યો હતો અને તેની ગર્લફ્રેન્ડને ખોળામાં બેસાડીને ગંદી હરકતો કરતો હતો. રોડ ઉપર જતા અન્ય રાહદારીએ આ બંનેનો કાર ચલાવતો વીડિયો ઉતારી લીધો. અને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.
જણાવી દઈએ કે, સૂરજ કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડ તેની ડ્રાઇવિંગ સીટ પર આવી અને અશ્લીલ હરકતો કરવા લાગી. આ બધું શહેરના રસ્તાઓ પર થઈ રહ્યું હતું. આ દરમિયાન રોડ પરથી પસાર થતા લોકોએ વીડિયો બનાવ્યો હતો જે બાદ શહેરમાં આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કારના નંબરની મદદથી તેના માલિક સુધી પહોંચી હતી.
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સુરજ સોની સીએ થયેલો છે. જ્યારે તેની ગર્લફ્રેન્ડ એન્જિનિયર છે. સૂરજ સોની વિરુદ્ધ નાગપુરના સીતાબુલડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281,293,125, મોટર વ્હીકલ એક્ટની કલમ 184 અને મુંબઈ પોલીસ એક્ટની કલમ 110,112,117 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.






