જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં શોકની લહેર, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અનંતનાગના ધારાસભ્ય પીરજાદા મોહમ્મદ સઈદનું નિધન

જમ્મુ કાશ્મીરમાં દિગ્ગજ કોંગ્રેસ નેતાના નિધનની રાજકીય ભૂકંપ આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અનંતનાગના વર્તમાન ધારાસભ્ય પીરજાદા મોહમ્મદ સઈદનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.
પીરજાદા મોહમ્મદ સઈદે 2024ની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં અનંતનાગ બેઠક પરથી જીત મેળવી હતી. આ પહેલાં તેમણે કોકેરનાગ વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે કોકેરનાગથી 1978, 2002 અને 2008માં ચૂંટણી જીતી હતી. પોતાના લાંબા રાજકીય જીવનમાં પીરજાદા સઈદ અલગ-અલગ સરકારોમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા.
પીરજાદા સઈદે 1980માં કાશ્મીર વિશ્વવિદ્યાલયમાંથી LLBની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેમના નિધનથી જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં શોકની લહેર ફરી વળી છે. વિવિધ પક્ષોના નેતાઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકોએ શોક વ્યક્ત કર્યો છે.
ગુલામ અહમદ મીરે શોક વ્યક્ત કર્યો
જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ અને ડૂરુ-શાહાબાદના ધારાસભ્ય ગુલામ અહમદ મીરે અનંતનાગના MLA, પૂર્વ મંત્રી અને પૂર્વ PCC અધ્યક્ષ પીરજાદા મોહમ્મદ સઈદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
મીરે કહ્યું, પીરજાદા મોહમ્મદ સઈદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્પિત નેતા હતા. લોકો અને કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમની લાંબી અને નિષ્ઠાપૂર્ણ સેવાને હંમેશા સન્માન અને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે.





