હરિદ્વારમાં મત આપવા ગયેલા મતદારે EVM તોડ્યું, કહ્યું- બેલેટ પેપરથી ચૂંટણી કરાવો
હરિદ્વાર વિધાનસભાના મતદાન કેન્દ્ર જ્વાલાપુર ઇન્ટર કોલેજમાં એક મતદારે EVM મશીનનો વિરોધ કરતા પોલિંગ બૂથ પર રાખેલી મશીનને નીચે પટકી નાખી

હરિદ્વાર વિધાનસભાના મતદાન કેન્દ્ર જ્વાલાપુર ઇન્ટર કોલેજમાં એક મતદારે EVM મશીનનો વિરોધ કરતા પોલિંગ બૂથ પર રાખેલી મશીનને નીચે પટકી નાખી હતી. મતદારો જોરશોરથી બુમો પાડતા EVM મશીનનો વિરોધ કરવા લાગ્યા હતા અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરવા લાગ્યો હતો. પોલીસે મશીન તોડનારા મતદારની અટકાયત કરી છે.
જાણકારી અનુસાર, જ્વાલાપુર ક્ષેત્રના રહેનારા મતદારે મતદાન કેન્દ્ર જ્વાલાપુર ઇન્ટર કોલેજ સ્થિત બૂથ નંબર 126 પર એક વૃદ્ધ મતદાર મતદાન કરવા માટે પહોંચ્યો હતો. નંબર આવ્યા બાદ જેવો જ તે અંદર પહોંચ્યો તો તેને ડેસ્ક પર રાખેલા EVM મશીનને ઉઠાવી હતી અને નીચે જમીન પર પટકી હતી જેને કારણે મશીન તૂટી ગઇ હતી.
આ ઘટના બાદ બૂથ પર મતદારોમાં અફરા તફરી જોવા મળી હતી. બહાર તૈનાત પોલીસ કર્મી તુરંત મતદારને પકડીને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા અને તેની પૂછપરછ શરૂ કરી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કામાં 21 રાજ્યની 102 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે.






