Video: વડાલા ઈસ્ટર્ન ફ્રીવે પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ

સોર્સ: gstv

મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા વડાલા સ્થિત ઈસ્ટર્ન ફ્રીવે પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે રસ્તા પર વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દૂરથી આવતા વાહનો સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માત ટાળવા માટે ચાલકોએ પોતાના વાહનોની હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. શિયાળાની ઠંડી અને ભેજવાળા વાતાવરણને કારણે સર્જાયેલા આ આહલાદક છતાં જોખમી દ્રશ્યોને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા પણ વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન હંકારવાની સૂચના આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત