Video: પવિત્ર જગન્નાથધામ પુરીમાં કાર્તિક પૂર્ણિમાના પાવન અવસરે અદભુત આકાશી નજારો જોવા મળ્યો

ઓડિશાના પવિત્ર જગન્નાથધામ પુરીમાં કાર્તિક પૂર્ણિમાના પાવન અવસરે અદભુત આકાશી નજારો જોવા મળ્યો હતો. શ્રી જગન્નાથ મંદિરની ઉપર આકાશમાં પૂર્ણ ચંદ્રનું આગમન થતાં સમગ્ર વાતાવરણ અલૌકિક બની ગયું હતું. મંદિરની ભવ્ય સ્થાપત્યકલા અને આકાશમાં ઝળહળતા પૂર્ણ ચંદ્રનો નજારો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કાર્તિક પૂર્ણિમાના ધાર્મિક મહત્ત્વ વચ્ચે આ સુંદર દૃશ્યએ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જગાવ્યો હતો. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
જાહેરાત
















