Video: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ બુક ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે અમિત સાટમે આપી માહિતી

મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસ ખાતે 24 થી 29 નવેમ્બર દરમિયાન છ દિવસીય 'મુંબઈ બુક ફેસ્ટિવલ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . આ સાહિત્યિક મહોત્સવનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરવામાં આવશે. ઉદ્ઘાટન પૂર્વે મુખ્ય આયોજક અને મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાટમે જણાવ્યું હતું કે, યુવાનોમાં વાંચનની ટેવ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે આ ફેસ્ટિવલમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આ મહોત્સવમાં 200 થી વધુ પ્રકાશકો અને 600 સ્ટોલ્સ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાસ પ્રદર્શનો અને જાણીતા લેખકો સાથે સંવાદ યોજાશે. સાહિત્ય અને સંસ્કૃતિ પ્રેમીઓ માટે આ આયોજન એક અનોખું આકર્ષણ બની રહેશે.
જાહેરાત














