છોટાઉદેપુરમાં ભાજપ સરકારનો ડેમેજ કંટ્રોલ પ્લાન, મુખ્યમંત્રી બાદ હવે હર્ષ સંઘવી 72 કલાક આદિવાસીઓ વચ્ચે વિતાવશે

હર્ષ સંઘવી આદિવાસી વિસ્તારોમાં 72 કલાક રોકાશે, વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત, યુવાનો સાથે રમશે વોલીબોલ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર વિધાનસભા વિસ્તારના બોડેલી અને કવાંટના વિસ્તારોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 72 કલાકનું રોકાણ કરશે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાના જણાવ્યા મુજબ, આદિવાસી વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા મંત્રીઓ 72 કલાકનું રોકાણ કરશે. આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને લઈને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

યુવાનો સાથે વોલીબોલ રમશે ગૃહમંત્રી

ગૃહમંત્રી હર્ષ સંઘવી કનાળી ખાતે આવેલી એકલવ્ય મોડેલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે. તેમજ કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે પણ મુલાકાત લેશે. યુવાનો સાથે વોલીબોલ પણ રમશે. આ ઉપરાંત આદિવાસી સમાજના પરિવારના ઘરે ભોજન પણ કરશે. હર્ષ સંઘવીના આગમનને લઈને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જાહેરાત

આદિવાસી વિસ્તારોમાં મંત્રીઓ 72 કલાક રોકાય તેવો નવતર પ્રયોગ

છોટાઉદેપુર જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 72 કલાકના રોકાણને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાવીજેતપુર વિધાનસભા વિસ્તારના બોડેલી અને કવાંટ તાલુકામાં તેઓ ત્રણ દિવસ રોકાણ કરશે. રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં મંત્રીઓ 72 કલાક રોકાય તેવો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાના જણાવ્યા અનુસાર, આ પ્રયોગ અંતર્ગત હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ કનાળી ખાતે આવેલી એકલવ્ય મોડેલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે અને તેમની સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરશે.

નાયબ CM હાંફેશ્વરની પણ મુલાકાત લેશે

આ ઉપરાંત કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે પણ હર્ષ સંઘવી મુલાકાત લેશે. ખાસ વાત એ છે કે તેઓ સ્થાનિક યુવાનો સાથે વોલીબોલ પણ રમશે. આદિવાસી સમાજના એક પરિવારના ઘરે ભોજન કરીને સ્થાનિક લોકો સાથે આત્મીય મુલાકાત પણ કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત