મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં સ્કૂલ બસ ખાઈમાં ખાબકી, 15થી વધુ બાળકો થયા ઈજાગ્રસ્ત 

પંચકુલાના મોર્ની નજીક ટિક્કર તાલ પાસે એક બસ કે જેમાં શાળાના બાળકો મુસાફરી કરી રહ્યા હતા તે

હરિયાણામાં સ્કૂલ બસ ખાઈમાં ખાબકી, 15થી વધુ બાળકો થયા ઈજાગ્રસ્ત 

પંચકુલાના મોર્ની નજીક ટિક્કર તાલ પાસે એક બસ કે જેમાં શાળાના બાળકો મુસાફરી કરી રહ્યા હતા તે અકસ્માતનો ભોગ બન્યો હતો. મળતી માહિતી મુજબ, ડ્રાઈવર દ્વારા બસને વધુ સ્પીડમાં ચલાવવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તરત જ સ્થાનિક પ્રશાસને ઘાયલોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટિક્કર તાલ રોડ પર થલ ગામ પાસે બસ પલટી ખાઈ ગઈ અને ખાઈમાં પડી ગઈ.

આ ઘટનામાં 10 થી 15 જેટલા બાળકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે મોરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, કેટલાક બાળકોને પંચકુલાની સેક્ટર 6 સિવિલ હોસ્પિટલમાં પણ મોકલવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ પંજાબના માલેરકોટલામાં આવેલી નનકાના સાહિબ સ્કૂલના બાળકો અને સ્ટાફના સભ્યો ફરવા માટે પંચકુલાના મોર્ની હિલ્સ જઈ રહ્યા હતા. બસ અચાનક પલટી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

આ સમાચાર શેર કરો