VIDEO: ઉત્તર, મધ્ય અને પૂર્વીય ભારતમાં તીવ્ર વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જાહેર .
દેશભરમાં લાંબા સમયથી રાહ જોવાતી હવામાનમાં મોટી
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
દેશભરમાં લાંબા સમયથી રાહ જોવાતી હવામાનમાં મોટી બદલાવની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર, મધ્ય અને પૂર્વીય ભારતમાં તીવ્ર વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અનેક વિસ્તારોમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન, વિદર્ભ અને પૂર્વીય મધ્ય પ્રદેશમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. બીજી તરફ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી દિવસોમાં ભારે વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.