Video: પહાડ કે જંગલને ચીરી નાખે તેવી તાકાત ધરાવતું સૈન્યનું વાહન

દુર્ગમ રસ્તા સામે દમદાર તાકાત. પહાડો અને જંગલોની દુર્ગમ સ્થિતિ સામે લડવા સેનાના જવાનોને મળ્યું સુરક્ષા કવચ. પહાડ હોય કે જંગલ. જવાનોની સલામતી માટે તૈયાર બખ્તરબંધ વાહન નાનપણમાં આપણે જે મજબૂત રમકડાની ગાડીઓ જોઈને રમતા હતા, તેવો જ અંદાજ અને તાકાત ધરાવતું આ લશ્કરી વાહન હવે વાસ્તવિક મેદાનમાં જવાનોની મદદ માટે સજ્જ દેખાય છે. આ વાહન ગમે તેવા કપરા રસ્તાઓ પર પસાર થતું નજરે પડે છે. આ પ્રકારના વાહનો MRAP એટલે કે 'માઇન-રિઝિસ્ટન્ટ એમ્બુશ પ્રોટેક્ટેડ' કેટેગરીના બખ્તરબંધ વાહનો તરીકે ઓળખાય છે. દુર્ગમ પહાડો હોય કે ગાઢ જંગલો ભારતીય સૈન્યના જવાનો ગમે તે ઘડી અને કોઈપણ પ્રકારની કપરી સ્થિતિમાં દુશ્મન સામે લડવા માટે 24 કલાક તૈનાત રહે છે. સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારો હોય કે જંગલ અને પહાડી મોરચા, ત્યાં જવાનોની અવરજવર અને સુરક્ષા માટે મજબૂત વાહનોની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. જવાનોને મજબૂત અને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ વ્હિકલની જરૂર હોય છે. MRAP કેટેગરીનું આ સૈન્યનું વાહન ઊંચું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને મજબૂત સસ્પેન્શન ધરાવે છે. આ વાહનની પાછળ ખાસ પ્રકારના હલેસા જેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. જે વાહનને ઉબડ-ખાબડ રસ્તાઓ પર સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. તે પહાડ કે જંગલને ચીરી નાખે તેવી તાકાત ધરાવે છે. આવા લશ્કરી વાહનના દ્રશ્યો અત્યારે સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. આવા બખ્તરબંધ વાહનોની ખાસિયત તેની સુરક્ષા રચનામાં રહેલી છે. લેન્ડમાઇન કે રોડસાઇડ બ્લાસ્ટ જેવી પરિસ્થિતિમાં વિસ્ફોટની અસર ઘટાડવા માટે તેની નીચેની બનાવટ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે, જેથી બ્લાસ્ટની ઊર્જા અંદર બેઠેલા જવાનો પર સીધી ન પડે. સાથે જ તેનું મજબૂત આર્મર ગોળીબાર અને અચાનક થતા હુમલા સામે રક્ષણ આપવાનો હેતુ ધરાવે છે. બદલાતી પરિસ્થિતિ અને કપરા ભૌગોલિક વિસ્તારોમાં જવાનોની સલામતી સૌથી મહત્વની બાબત છે. પહાડો અને જંગલોના રસ્તાઓ પર દોડતું આ મજબૂત વાહન સેનાની ગતિશીલતા અને સુરક્ષા બંનેને ટેકો આપે છે.











