VIDEO: શાહદરા વિસ્તારમાં આવેલી બિહારી કોલોનીમાં એક રહેણાંક મકાનમાં ભીષણ આગ
સોર્સ : GSTV
આજે વહેલી સવારે દિલ્હીના શાહદરા વિસ્તારમાં આવેલી બિહારી કોલોનીમાં એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના સમાચાર મળતા જ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ મકાનમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

