મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મોંઘવારીમાંથી મોટી રાહત, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 183નો મોટો ઘટાડો

જુલાઈ મહિનાની શરૂઆત સાથે વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓ

જુલાઈ મહિનાની શરૂઆત સાથે વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે. દિલ્હીમાં અગાઉ 3,113 રૂપિયાનો મળતો કોમર્શિયલ સિલિન્ડર હવે 183 રૂપિયા સસ્તો થઈ 2,930 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મધ્ય પૂર્વમાં તણાવને કારણે છેલ્લા કેટલાક સમયથી ભાવમાં વધારો થયો હતો, પરંતુ હવે પ્રથમ વખત વર્ષ 2026માં ભાવ ઘટાડવામાં આવ્યો છે. જોકે ઘરેલુ ઉપયોગના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દર મહિનાની પ્રથમ તારીખે કંપનીઓ એલપીજીના નવા દર જાહેર કરતી હોય છે.

આ સમાચાર શેર કરો