Video: વીકએન્ડમાં પુરીના દરિયાકિનારે પ્રવાસીઓનો ભારે ધસારો

ઓડિશાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પુરીના ગોલ્ડન બીચ પર વીકએન્ડની રજાઓ માણવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દેશ-વિદેશથી આવેલા સહેલાણીઓએ દરિયાના મોજા અને ખુશનુમા વાતાવરણનો ભરપૂર આનંદ માણ્યો હતો. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે દરિયાકિનારે વોટર સ્પોર્ટ્સ, ઊંટ સવારી અને સ્થાનિક ખાણીપીણી સહિતની પ્રવાસન પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી સ્થાનિક વેપારીઓને પણ સારી આવક થઈ રહી છે. સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા લાઇફગાર્ડ્સ અને સુરક્ષાકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓ સુરક્ષિત રીતે પોતાના પ્રવાસનો આનંદ માણી શકે.
જાહેરાત








