Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A horrific accident in Dhar, Madhya Pradesh: 12 dead, 13 in critical condition as pickup truck loaded with laborers overturns

મધ્યપ્રદેશના ધારમાં ગોઝારો અકસ્માત: મજૂરો ભરેલી પિકઅપ પલટી જતા 12નાં મોત, 13ની હાલત ગંભીર

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
મધ્યપ્રદેશના ધારમાં ગોઝારો અકસ્માત: મજૂરો ભરેલી પિકઅપ પલટી જતા 12નાં મોત, 13ની હાલત ગંભીર
સોર્સ : Google

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આજે બુધવારની રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ચીકલિયા સ્થિત પેટ્રોલ પંપ પાસે શ્રમિકોથી ભરેલી એક પિકઅપ વાન અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી. જેમાં 12 લોકોનાં મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ છે. સ્કૉર્પિયોને પણ ટક્કર મારી હતી, અકસ્માત બાદ વિસ્તારમાં બૂમાબૂમ અને અફરાતફરી મચી ગઈ હતી.

App Store

અનેક લોકો પિકઅપ વાનની નીચે ચગદાયા
ઘટના સાંજે લગભગ રાત્રે 8:30 વાગ્યાએ ઘટી હતી. જાણકારી અનુસાર, પિકઅપ વાહનમાં ક્ષમતા કરતા વધુ અંદાજે 30 થી 35 શ્રમિકો સવાર હતા. જે બાદ ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, વાહન અચાનક પલટી જવાથી ઘણા લોકો તેની નીચે દબાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ અનેક લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઈજાગ્રસ્તોની હાલત ગંભીર
12નાં મોત ઉપરાંત આ ભીષણ અકસ્માતમાં 13 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જિલ્લા હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તો પૈકી અનેકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ડૉક્ટરોની ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.