મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લખનૌમાં ઝૂંપડા પર પલટ્યું ડમ્પર,ગાઢ નિંદ્રામાં સુતા પતિ, પત્ની અને બે બાળકોનું દર્દનાક મોત

A dumper overturned on a hut, painful death of family | ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. બીબીડી યુનિવર્સિટી નજીક અયોધ્યા હાઈવે પર શુક્

લખનૌમાં ઝૂંપડા પર પલટ્યું ડમ્પર,ગાઢ નિંદ્રામાં સુતા પતિ, પત્ની અને બે બાળકોનું દર્દનાક મોત

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. બીબીડી યુનિવર્સિટી નજીક અયોધ્યા હાઈવે પર શુક્રવાર રાત્રે એક ડમ્પરે બેકાબૂ બની એક ઝુંપડાંમાં સુતા પરિવારને કચડી નાખ્યો હતો.  રેતી ભરેલુ ડમ્પર બેકાબુ બનતાં હાઈવે નજીક એક ઝૂંપડાંમાં ઘૂસી ગયુ હતું. ઘરમાં સુઈ રહેલા દંપત્તિ અને તેમના બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એક સાત વર્ષની બાળકી માંડ માંડ બચી છે. મહિલા આઠ માસની ગર્ભવતી હતી.

બારાબંકીના જૈતપુર નિવાસી ઉમેશ (ઉ.વ. 35) ટાઈલ્સ કારીગર હતો. જે હાઈવે નજીક ઝૂંપડામાં પત્નિ નીલમ દેવી (ઉ.વ. 32), પુત્ર ગોલૂ (ઉ.વ. 4), સની (ઉ.વ. 13) અને પુત્રી વૈષ્ણવી સાથે રહેતા હતા. શુક્રવારે તેઓ રાત્રે ઘરમાં ગાઢ નિંદ્રામાં હતાં. ત્યારે અચાનક એક ડમ્પરે ચારેયના જીવ લઈ લીધા હતા. વૈષ્ણવી આ અકસ્માતનો ભોગ બનતાં બનતાં બચી હતી. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. નીલમના ભત્રીજા ધરમસિંહે એફઆઈઆર નોંધાવી છે.

આ સમાચાર શેર કરો