NCRના બે મોટા મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, લોકોમાં અફરાતફરીનો માહોલ
દિલ્હી-એનસીઆરની શાળાઓ બાદ હવે બે મોટા મોલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. મળતી

દિલ્હી-એનસીઆરની શાળાઓ બાદ હવે બે મોટા મોલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુરુગ્રામના એમ્બિયન્સ મોલ અને નોઈડાના ડીએલએફ મોલમાં શનિવારે બપોરે બોમ્બ મૂકવાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો.
આ અંગેની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસની સાથે બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે હાલમાં બંને મોલ ખાલી કરાવવામાં આવ્યા છે. પોલીસની ટીમો દરેક ખૂણે-ખૂણે બોમ્બ શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને મોલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે.
ગુરુગ્રામના એમ્બિયન્સ મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી. મોલ મેનેજમેન્ટને મેઈલ આવ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બોમ્બ અંગેની માહિતી તાત્કાલિક પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ગુરુગ્રામ પોલીસની સાથે બોમ્બ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે હાજર છે.
એમ્બિયન્સ મોલ મેનેજમેન્ટને મળેલા મેલમાં લખ્યું છે કે મેં બિલ્ડિંગમાં બોમ્બ ગોઠવી દીધો છે. બિલ્ડિંગની અંદર રહેલ દરેક વ્યક્તિ મરી જશે. તમારામાંથી કોઈ બચશે નહિ. તમે મરવાના છો. મેં બિલ્ડિંગમાં બોમ્બ એટલે ગોઠવ્યો કારણકે મને મારી જિંદગીથી નફરત છે. આ હુમલા પાછળ પેગી અને નોરાનો હાથ છે.
ધમકીભર્યો ઈમેલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. મેનેજમેન્ટે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની સાથે બોમ્બ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ સાથે એ પણ તપાસ ચાલી રહી છે કે મોલ મેનેજમેન્ટને આવો ધમકીભર્યો મેલ કોણે મોકલ્યો છે. આ સમગ્ર ઘટના પાછળ કોનો હાથ છે?








