કોલકાતામાં વિસ્ફોટ, શંકાસ્પદ બેગની તપાસ દરમિયાન બ્લાસ્ટ થતા એક વ્યક્તિ ઘાયલ
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘાયલ વ્ય

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘાયલ વ્યક્તિને સારવાર માટે એનઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, શનિવાર 1.45 વાગ્યે તલતલા પોલીસ સ્ટેશનને શંકાસ્પદ બેગની સૂચના મળી હતી. બેગની તપાસ દરમિયાન જ વિસ્ફોટ થયો હતો જેમાં કચરો ભેગો કરનાર વ્યક્તિ ઘાયલ થયો હતો.
https://twitter.com/ANI/status/1834913871192314149
આ વિસ્ફોટ બ્લોચમેન સેન્ટ અને એસએન બેનરજી રોડ પર એક પ્લાસ્ટિકની બેગ મુકવામાં આવી હતી જેમાં બોમ્બ હતો. ત્યાથી પ્રસાર થતા એક વ્યક્તિએ બેગને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તેમાં વિસ્ફોટ થયો હતો.






