VIDEO: રોંગ સાઈડમાં આવતી SUV સાથે બાઈકની ટક્કર, ઘટનાસ્થળે જ બાઈકરનું મોત
ગુરુગ્રામમાં એક દુર્ઘટનામાં 23 વર્ષના એક બાઈકરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટના રોંગ સાઈડમા

ગુરુગ્રામમાં એક દુર્ઘટનામાં 23 વર્ષના એક બાઈકરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટના રોંગ સાઈડમાં આવતી એક એસયુવીને કારણે સર્જાઈ હતી. એસયુવીવાળો રોંગ સાઈડમાં ઝડપથી આવી રહ્યો હતો અને બાઈક ચલાવનાર યુવાનને તેને સીધો જ ફંગોળી નાખ્યો હતો. આ દૃશ્ય કેમેરામાં કેદ થઈ ગયો હતો જે હાલ સોશિયલ મીડિયા પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. યુવાનને બચાવી શકાયો નહોતો.
ક્યાં અને કેવી રીતે થયો અકસ્માત?
આ અકસ્માત DLF ફેઝ 2 ના ગોલ્ફ કોર્સ રોડ પર રવિવારે રાત્રે થયો હતો. અક્ષત ગર્ગ નામના યુવકે બાઈક ચલાવતી વખતે સુરક્ષાના તમામ સાધનો પહેર્યા હોવા છતાં આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટના મૃતકના મિત્ર અને ઘટનાના પ્રત્યક્ષદર્શી પ્રદ્યુમનના ગો-પ્રો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.
કારચાલકની બેદરકારીએ યુવકે જીવ ગુમાવ્યો
પ્રદ્યુમન જે આ કેસમાં ફરિયાદી પણ છે તેણે એસયુવી ડ્રાઈવર પર અકસ્માત સર્જવામાં બેદરકારીનો આરોપ લગાવ્યો. તેણે જણાવ્યું કે અક્ષત તેની બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે તેની સામેથી આવી રહેલી એસયુવી સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ તરત જ ઘાયલ અક્ષતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. મૃતકના મિત્રનો આરોપ છે કે જ્યાં આ ઘટના બની તે એક ફાસ્ટ લેન હતી, જ્યાં આરોપી કુલદીપ ઠાકુર રોંગ સાઈડમાં ગાડી ચલાવીને આવી રહ્યો હતો. પ્રદ્યુમ્ન કહે છે કે કુલદીપની બેદરકારીએ તેના મિત્ર અક્ષતનો જીવ લીધો.






