મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે સૈન્યએ કસી કમર, 95000 કમાન્ડો ખૂણેખૂણે રાખશે ચાંપતી નજર

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે સૈન્યએ કસી કમર, 95000 કમાન્ડો ખૂણેખૂણે રાખશે ચાંપતી નજર

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના આદેશ પર સુરક્ષા એજન્સીઓ જમ્મુ-કાશ્મીરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 95,000થી વધુ કમાન્ડો તેહનાત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન દરેક ખૂણે ચાંપતી નજર રખાશે. અર્ધલશ્કરી દળોની લગભગ 500 કંપનીઓ કાશ્મીર પ્રદેશમાં તેહનાત કરવામાં આવશે. 

આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચના નિર્દેશ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓએ ફૂલપ્રૂફ સુરક્ષાની વ્યવસ્થા કરી છે. તેમાં જમ્મુ અને કાશ્મીર બંને ક્ષેત્રમાં લગભગ 95 હજાર સૈનિકો તેહનાત કરવામાં આવશે. આ સાથે જ આ વિસ્તારમાં પહેલાથી જ તેહનાત અર્ધલશ્કરી દળોની કંપનીઓને રોકી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અમરનાથ યાત્રા દરમિયાન આ વિસ્તારમાં વધારાના સૈન્ય દળો તેહનાત કરવામાં આવ્યા હતા. આ સાથે જ લગભગ 450થી વધુ વધારાની કંપનીઓને બહારથી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે તબક્કા પ્રમાણે મોકલવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના એલાન બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજ્યની ચૂંટણીને ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવી રહી છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા ફેરફારો થયા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370ને હટાવવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો