ભાઈ, ભાભી, પત્ની સહિત પરિવારના 8 સભ્યોની કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા
8 members of the family were axed to killed, then | મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 લોકોની કુહાડી વડે હત્યા કરી નાખી. ઘટનાને અંજામ આ

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 લોકોની કુહાડી વડે હત્યા કરી નાખી. ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના માહુલઝિર પોલીસ સ્ટેશન વિસ્તારના બોડલ કચર ગામની જણાવવામાં આવી રહી છે. એસપી મનીષ ખત્રીએ પરિવારના 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
હત્યારો માનસિક રીતે બીમાર હતો
એસપીએ જણાવ્યું હતું કે હત્યારો પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. રાત્રે તેણે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત તેના પરિવારના 8 લોકોની હત્યા કરી હતી. જે બાદ તેણે ગામથી 100 મીટર દૂર નાળા પાસે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે.




