ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ફરજ પર તૈનાત 6 સુરક્ષાકર્મીઓ સહિત 13 ચૂંટણી સ્ટાફનું ગરમીને કારણે મૃત્યુ
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ફરજ પર તૈનાત 6 સુરક્ષા કર્મચારીઓનું ગરમીને કા

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ફરજ પર તૈનાત 6 સુરક્ષા કર્મચારીઓનું ગરમીને કારણે મૃત્યુ થયા છે. મિર્ઝાપુર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ આરબી લાલે જણાવ્યું હતું કે, "કુલ 23 સૈનિકો અમારી પાસે આવ્યા છે. 6 સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. 2 સૈનિકોની હાલત ગંભીર છે. જયારે 7 હોમગાર્ડ, 3 સફાઈ કામદારો હીટ સ્ટ્રોકથી મૃત્યુ પામ્યા છે. 1 કોન્સોલિડેશન ઓફિસર, 1 CMO ઓફિસ કર્મચારીનું પણ મૃત્યુ થયું છે."
મૃતકને ખૂબ તાવ હતો, તેમનું બીપી ખૂબ જ ઊંચું હતું અને સુગર પણ હતી. બ્રેઈન સ્ટ્રોકની શક્યતા પણ હતી.
ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં હીટસ્ટ્રોકના કારણે બે મતદાન કાર્યકરોના કથિત રીતે મોત થયા હતા. સોનભદ્રના ડીએમ ચંદ્ર વિજય સિંહે કહ્યું, "આજે રોબર્ટસગંજના ડિસ્પેચ સેન્ટરમાંથી એક મતદાન ટીમ રવાના થવાની હતી. ગરમીના કારણે એક પોલીસ કર્મચારી સહિત ત્રણ પોલિંગ અધિકારીઓ બીમાર પડ્યા. બે પોલિંગ અધિકારીઓના મોત થયા છે.”






