Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 3-foot portion of Ujjain's royal mosque to be removed; High Court rejects committee's plea for stay

ઉજ્જૈનની શાહી મસ્જિદનો 3 ફૂટ હિસ્સો હટાવાશે; ઈન્દોર હાઈકોર્ટે સમિતિની અરજી ફગાવી સ્ટે આપવાનો કર્યો ઈનકાર

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ઉજ્જૈનની શાહી મસ્જિદનો 3 ફૂટ હિસ્સો હટાવાશે; ઈન્દોર હાઈકોર્ટે સમિતિની અરજી ફગાવી સ્ટે આપવાનો કર્યો ઈનકાર
સોર્સ : gstv

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલી ઐતિહાસિક શાહી જામા મસ્જિદના મામલે ઈન્દોર હાઈકોર્ટની ડબલ બેંચે મહત્વનો આદેશ આપ્યો છે. રસ્તો પહોળો કરવાના કામમાં મસ્જિદના ભાગને હટાવવા સામે મસ્જિદની કમિટી દ્વારા કરાયેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે અને ડિમોલિશન પર સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. જોકે, બંને પક્ષો વચ્ચે થયેલી પરસ્પર સમજૂતી મુજબ મસ્જિદનો માત્ર 3 ફૂટ ભાગ જ હટાવવાની શરતે અદાલતે આ અપીલનો નિકાલ કર્યો છે, જેથી હાલ આ વિવાદ શાંત થતો દેખાઈ રહ્યો છે.

App Store

કોર્ટની શરત અને વળતર અંગે સમજૂતી

મુસ્લિમ પક્ષના વકીલ અરશદ વારસીના જણાવ્યા અનુસાર, અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ ધાર્મિક સ્થળનો માત્ર 3 ફૂટ જેટલો જ ભાગ દૂર કરવામાં આવશે. આ મામલે ઉજ્જૈન મહાનગરપાલિકા અને મસ્જિદ કમિટી વચ્ચે અગાઉથી જ એક સમજૂતી થઈ ચૂકી હતી. આ સમજૂતી હેઠળ જે ભાગ હટાવવામાં આવશે તેના બદલામાં કમિટીને FAR (ફ્લોર એરિયા રેશિયો) અને TDR (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ) આપવામાં આવશે. આમ, અદાલતની શરતો અને આપસી સહમતીના આધારે આ સમગ્ર મામલાનો ઉકેલ આવ્યો છે.

સિંહસ્થ કુંભમેળાને કારણે રસ્તાનું વિસ્તરણ

ઉજ્જૈનમાં યોજાનારા આગામી સિંહસ્થ કુંભમેળાને ધ્યાનમાં રાખીને શહેરના માસ્ટર પ્લાન મુજબ મુખ્ય માર્ગો પહોળા કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવા માટે રસ્તામાં આવતા તમામ પ્રકારના નડતરરૂપ બાંધકામો હટાવવાની ઝુંબેશ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે. શાહી જામા મસ્જિદના અમુક ભાગને લઈને પણ આ જ અભિયાન હેઠળ વિવાદ ઊભો થયો હતો.

કાનૂની પ્રક્રિયા અને અપીલનો ઘટનાક્રમ

આ વિવાદને લઈને સૌથી પહેલાં 9 સપ્ટેમ્બરે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેને માસ્ટર પ્લાનનું કારણ આપીને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ એડવોકેટ અશહર વારસી દ્વારા આ ચુકાદા સામે હાઈકોર્ટમાં રિટ અપીલ દાખલ કરવામાં આવી હતી. તાજેતરની સુનાવણી દરમિયાન અપીલકર્તાએ દલીલ કરી હતી કે અગાઉ નક્કી થયા મુજબ મસ્જિદનો માત્ર 3 ફૂટ હિસ્સો જ હટાવવો જોઈએ અને મહાનગરપાલિકા દ્વારા TDR તેમજ FAR અંગે અપાયેલા આશ્વાસનોનું 100 ટકા પાલન થાય તેવો આદેશ આપવામાં આવે. આ સુનાવણી દરમિયાન નવી કમિટી તરફથી પણ એક અલગ અરજી થઈ હતી, પરંતુ તંત્ર સાથેની ચર્ચા બાદ તે પાછી ખેંચી લેવામાં આવી હતી.